ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ 

ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ 
New Update

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 59 સીટો પર મતદાન યોજાઈ રહ્યું છે. સવારે સાત વાગે થી મતદાન શરૂ થઈ ગયુ છે. 3214 મતદાન કેન્દ્ર પર મતદાન કરવામાં આવી રહ્યુ છે. 60 માંથી 59 સીટો પર મતદાન થઈ રહ્યું છે. ચરીલમ વિધાનસભા સીટ પર થી માકપાના ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબ બર્માની પાંચ દિવસ પહેલા મોત થવાના કારણે આ સીટ પર 12મી માર્ચે ચૂંટણી યાજાશે.

publive-image

પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી ત્રિપુરાની જનતાને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. આ ચૂંટણીમાં કુલ 307 ઉમેદવાર છે. માકપા 57 સીટો પર ચૂંટણી લડી રહી છે. જ્યારે અન્ય વાપપંથી દળ આરએસપી, ફોરવર્ડ બ્લોક એક-એક સીટ પર ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ 59 સીટો પર ચૂંટણી લડશે. મતદાનની ગણતરી ત્રણ માર્ચે યોજાશે.

publive-image

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article