ત્રિપુરાની 23 વર્ષીય જિમનાસ્ટ દીપા રિયો ઓલમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થઇ

New Update
ત્રિપુરાની 23 વર્ષીય જિમનાસ્ટ દીપા રિયો ઓલમ્પિક ગેમ્સ માટે ક્વોલિફાય થઇ

દીપા કરમાકર ભારતની પ્રથમ મહિલા જિમનાસ્ટ બની છે.

ત્રિપુરાના અગરતલા નિવાસી 23 વર્ષીય જિમનાસ્ટ દીપા કરમાકર રિયો ઓલમ્પિક માટે ક્વોલિફાય થઇ ને પ્રથમ ભારતીય મહિલા બની છે.

189_1460953663

દીપા કરમાકરે રિયો ડી જેનેરોમાં અંતિમ ક્વોલિફાયર અને ઓલમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં મહિલાઓની આર્ટિસ્ટક કેટેગરીનાં ચાર સબ ડિવીઝન્સ ના પહેલા વિભાગમાં દીપા 7 માં ક્રમે આવી હતી.અને તેણે 52.98 પોઈન્ટ મેળવ્યા હતા.

દીપા એ વોલ્ટ,અન ઇવન વ્યાર્સ પર તેમજ બીમ અને ફ્લોર એકસરસાઈઝ માં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.ટેસ્ટ ઇવેન્ટ માં 33 દેશોનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.દીપા એ ઓછામાં ઓછા ત્રણ દેશની સ્પર્ધકો કરતા ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.આમ દીપા એ ભારતીની પ્રથમ મહિલા જિમનાસ્ટ બનીને ગૌરવ અપાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ દીપા કરમાકરે દીપા એ 2014 ની ગ્લાસગો કોમન વેલ્થ માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.અને ત્યારે બાદ ગયા વર્ષના નવેમ્બર માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ની ફાઈનલ માં પ્રવેશીનારી પ્રથમ ભારતીય મહિલા જિમનાસ્ટ બની હતી.

Latest Stories