દ.કોરિયાની હાન કાંગે જીત્યું મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ

New Update
દ.કોરિયાની હાન કાંગે જીત્યું મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ

દક્ષિણ કોરિયાના લેખિકા હાન કાંગે સોમવારે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝ મેળવ્યું છે. 45 વર્ષિય સાઉથ કોરિયન લેખિકા હાન કાંગ ક્રિએટીવ રાઇટીંગ ટીચર છે. હાન કાંગને આ પ્રાઇઝ તેમના પુસ્તક ધ વેજીટેરિયન માટે આપવામાં આવ્યું છે.

પાંચ જજોની બનેલી પેનલે 155 કૃતિઓમાંથી હાન કાંગની ધ વેજીટેરિયન પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.

લેખિકા હાન કાંગ સાઉથ કોરિયામાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેમણે અત્યાર સુધી યિ સેંગ લિટરરી પ્રાઇઝ, ધ ટુડેઝ યંગ આર્ટિસ્ટ એવોર્ડ અને ધ કોરિયન લિટરેચર નોવેલ એવોર્ડ મેળવ્યા છે.

ધ વેજીટેરિયન તેમની સૌપ્રથમ કૃતિ છે જેનું અંગ્રેજીમાં ભાષાંતરણ કરવામાં આવ્યું છે. આ નવલકથા કુલ ત્રણ ભાગોમાં છે જેમાં એક કોરિયન સ્ત્રીની વાત કરવામાં આવી છે જે એક દિવસ વેજીટેરિયન બનવાનું નક્કી કરે છે.

Latest Stories