દક્ષિણ ગુજરાત માં મુશળધાર વરસાદ ના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ

દક્ષિણ ગુજરાત માં મુશળધાર વરસાદ ના પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ
New Update

વલસાડ,વાપી,ઉમરગામ,કપરાડા,ધરમપુર સહિત ના વિસ્તારોમાં પાણી ભરાયા

દક્ષિણ ગુજરાત પર મેઘો મન મૂકીને વરસી રહ્યો છે,અને વલસાડ વાપી માં મુશળધાર વરસાદ ના પગલે દમણ ગંગા નદી તોફાની બની છે,તેમજ ભારે વરસાદ ના પગલે રેલવે ટ્રેક પર પાણી ભરવા ના કારણે રેલવે વ્યવહારને પણ અસર પહોંચી છે.

0003fafd-8ef8-460c-8b3e-be811cd55480

જાણવા મળતી માહિતી અનુસાર વલસાડ,વાપી,ધરમપુર,કપરાડા,ઉમરગામ સહિત ના વિસ્તારોમાં અવિરત મેઘ મહેર વરસી રહી છે,જેના કારણે મધુવન ડેમ અને ઉકાઈ ડેમમાં પાણી આવક વધી હોવાનું જાણવા મળ્યું છે.તંત્ર દ્વારા ડેમ માંથી પાણી છોડવામાં આવતા અહિંયા ની નદીઓ ગાંડીતુર બની છે,જેમાં દમણ ગંગા નદીમાં પૂર જેવી સ્થિત સર્જાય છે.વાપી માં નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાવવા ના કારણે જનજીવને અસર પહોંચી છે.અને પુરની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખીને તંત્ર દ્વારા દાદરાનગર હવેલી,વાપી,ઉમરગામ સહિત ના નદી કિનારાના ગામનો ને એલર્ટ કરવામાં આવ્યા છે.

74559d15-36d6-4a31-b4a5-b4465978cfff

સૌથી મોટી અસર વલસાડ જિલ્લામાં વરસાદે રેલવે વ્યવહારને થઇ છે,મોડી રાત સુધી વરસેલા વરસાદનું પાણી રેલવે ટ્રેક પર ફરી વળતા રેલ વ્યવહાર બંધ કરાયો હતો.જોકે બીજી તરફ વાપી અને ભીલાડ ની વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા રેલવે તંત્ર એ યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે.રેલવે ટ્રેક પર પાણી ફરીવળતા મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર ને ભારે અસર થઇ છે અનેક ટ્રેનો ને વલસાડ , વાપી , ઉમરગામ સ્ટેશનો પર અટકાવી દેવાઈ છે જેથી મુસાફરો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.રેલવે તંત્ર ટ્રેક પર ઇન્સ્પેકશન કર્યા બાદ જ ટ્રેનો ને પાટા પર દોડાવશે.જેથી સુરત મુંબઈ વચ્ચે ની તમામ ટ્રેનો તેના નિયત સમય કરતા મોડી ચાલી રહી છે.

Here are a few more articles:
Read the Next Article