દમણ-દીવ વચ્ચે પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૃ થશે

New Update
દમણ-દીવ વચ્ચે પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૃ થશે

આગામી તા.૨૫ ફેબ્રુઆરીનાં રોજ વડાપ્રધાન દમણની મુલાકાતે આવે તેવી સંભાવના છે. જે માટે પ્રશાસન તરફ થી તૈયારીઓને ઓપ આપવા માટે બેઠક યોજાઈ હતી.

જેમાં ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયાનાં વિષય સાથે થનારા વિકાસ કામોનાં લોકાર્પણ અને ખાતમુર્હુત અંગેની રૃપરેખા અપાઇ હતી. વડાપ્રધાનના હસ્તે દીવ-દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા અને વીક એન્ડમાં પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર મારફતે દમણની જોય રાઈડ સેવા પણ શરૃ કરવામાં આવશે.

ન્યૂ દમણ, ન્યૂ ઈન્ડિયા અંતર્ગત સંઘપ્રદેશ દીવ-દમણમાં અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના લોકાર્પણ-ખાતમુર્હુત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.25 ફેબ્રુઆરીનાં રોજ દમણની મુલાકાત લે તેવી સંભાવના છે.

Latest Stories