દમણથી ઇંગ્લીશ દારૂ હેરાફેરી કરનાર ઇસમને ઇંગ્લીશદારૂના જથ્થા સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

દમણથી ઇંગ્લીશ દારૂ હેરાફેરી કરનાર ઇસમને ઇંગ્લીશદારૂના જથ્થા સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
New Update

વડોદરા શહેરમા પ્રોહીની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ ઉપરી અધિકારી તરફથી રાખવામા આવેલ ડ્રાઇવ માં ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.જે ચુડાસમાએ સ્ટાફના માણસોને કાર્યરત કરેલ હતી.

પોલીસ સ્ટાફની ટીમને શહેરમાં પેટ્રોલીંગ દરમ્યાન રાજમહેલ રોડ કુંજ પ્લાઝા સામે આવતા જ્યા જાહેરમા એક ઇસમ પાંચ વજનદાર થેલા ઓ સાથે વહેલી સવારના સમયે શકમંદ હાલતમા જણાતા આ ઇસમનુ નામઠામ પુછતા તેને પોતાનુ નામ પૃથ્વીરાજ રામહારી પાટીલ (ઉ.વ.૫૯ રહે.૨૧,ચીંતાચોક નવાગામ ડીંડોલી ઉધના સુરત)હોવાનુ જણાવેલ આ ઇસમ પાસેના થેલાઓમા જોતા તેમાં ગેરકાયદે વિદેશી દારૂનો વેપલો કરવાના ઈરાદે લાવેલ જોન માર્ટીન વ્હીસ્કીની બોટલો તેમજ ૮ પીએમ વ્હીસ્કીના પાઉચ તેમજ કારલ્સબર્ગ બીયરના ટીન કુલ્લે નંગ-૩૮૫ કીમત રૂપીયા ૪૦,૪૦૦/- મળી આવ્યો હતો. જેથી પોલીસે પૃથ્વીરાજ સામે પ્રોહી.એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથધરી આગળની તપાસ માટે નવાપુરા પોલીસ સ્ટેશનને સુપરત કરવામા આવ્યો હતો. પોલીસની પ્રાથમીક પુછપરછ દરમ્યાન પૃથવિરાજે આ વિદેશી દારૂ દમણથી લાવેલાનુ બહાર આવ્યું હતું વડોદરા શહેર પોલીસ દ્વારા આ ઇંગ્લીશ દારૂનો જથ્થો કંઇ જગ્યાએ કોણે આપવાનો હતો તે અંગેની તપાસ ચાલી રહેલ છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article