દહેજ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટના આરોપીઓને સુરત થી ઝડપી પાડયા

New Update

પોલીસે આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી

વાગરાના દહેજ ખાતે ફરિયાદી સાથે ઝઘડો કરી માર મારી બાઇક તેમજ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી ભાગી છૂટેલા આરોપીઓને દહેજ પોલીસે સુરત ખાતે થી ઝડપી પાડી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

વાગરા તાલુકાના દહેજ ખાતે કોન્ટ્રકટનો વ્યવસાય કરતા કૃષ્ણ કુમાર રાય કંપની કોન્ટ્રાકટમાં સુપર વાઇઝર તરીકે કામ કરે છે.જેઓને તેમના હાથ નીચે કામ કરતા મૂળ બિહારના અને હાલ વાગરાના વડદલા ખાતે રહેતા કરણકુમાર પ્રસાદ રાય અને બીટ્ટુ કુમાર ઉમેદરાય સાથે વારે તહેવારે કામકાજ બાબતે રોકટોકની માથાકુટને કારણે ઝઘડો થયો હતો.આ ઝઘડામાં બીટ્ટુ રાય અને કરણ રાયે કૃષ્ણકુમાર સાથે મારામારી કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

ત્યારબાદ કૃષ્ણકુમારની મોટરસાઇકલ અને બે મોબાઈલ ઉપરાંત રોકડ રૂપિયા ૧૯૦૦/- તેમજ વિવિધ કંપનીઓના ત્રણ એ.ટી.એમ કાર્ડ મળી કુલ રૂપિયા ૩૬૯૦૦/- ની લૂંટ ચલાવી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.કૃષ્ણકુમારે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. રાજપુત,પો.કો. શેરશીંગ,અભેસિંગ,જોગેન્દ્ર ગઢવી અને વિજયભાઈને સાથે રાખી સુરત ખાતે છુપાયેલા બંને તહોમતદારોને સુરત રેલવે સ્ટેશન પાસેથી ગણતરીના કલાકો માં ઝડપી પાડી રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

Here are a few more articles:
Read the Next Article