New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/vcbv.jpg)
દહેજ પોલીસ મથકના ઇ.ચા.પી.એસ.આઈ આર એસ રાજપૂત સ્ટાફના માણસો સાથે ગત રાત્રીના પેટ્રોલિંગમાં હતા.દરમિયાન તેમને જુગારની બાતમી મળતા દહેજ ગામના સ્ટેશન ફળિયામાં ચોકડી નજીક પતરા ના કેબીન પાછળ જુગાર પર રેડ કરી હતી.જયાં પાના પત્તાનો જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે દબોચી લીધા હતાં.જુગાર રમતા લિયાક્ત સૈયદ,ભાવેશ મકવાણા,,વિષ્ણુ ગોહિલ, રવિન્દ્ર રાઠોડ અને હર્ષદ વાઘરીને ઝડપી પાડયા હતા. જુગારીયાઓ પાસેથી 26 હજાર રૂપિયા ઉપરાંતનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories