New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-263.jpg)
ગુજરાત વિધાનસભાની છ પેટા ચૂંટણીના પરિણામ બાદ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ થરાદ, બાયડ, અને રાધનપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થતા કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા.
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર પર પ્રહારો કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું માંગીને સતા મેળવવાના હવાતિયાં મારતા અલ્પેશ ઠાકોરના સપના ચકનાચૂર થયા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત અવિરત વરસાદના પગલે કપાસ અને મગફળીના પાકના નુકશાન અંગે ત્વરિત સર્વે કરીને ખેડૂતોને ન્યાય માટેની માંગ પણ કરવામાં આવી હતી.
Latest Stories