દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવ્યો આવો કિમીયો, પોલીસ પણ ચોંકી 

New Update
દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ અપનાવ્યો આવો કિમીયો, પોલીસ પણ ચોંકી 

વડોદરામાં પીવાના પાણીના જગમાં વિદેશી દારૂની થઇ રહેલી હેરાફેરીનો જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો. જેમાં હાલોલથી વડોદરા ખાતે 20 લિટરના પાણીના જગમાં લવાતો બિયર અને વિદેશી દારુનો રૂપિયા 1.66 લાખનો જથ્થો પોલીસે જરોદ પાસેથી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે બુટલેગરોનો આ કિમિયો જોઈને પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી.

publive-image

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પરાકાષ્ઠાએ પહોંચી છે. ત્યારે ઉનાળામાં પાણીની તીવ્ર માંગ રહેતી હોવાથી મિનરલ વોટરનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે વડોદરાના વારસીયા વિસ્તારના બુટલેગરોએ પીવાના પાણીના જગ સપ્લાયની આડમાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ કરી દીધી હતી. જોકે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ. જે. ડી. સરવૈયાને માહિતી મળી હતી કે, એક ટેમ્પો દારૂ ભરીને વડોદરા આવી રહ્યો છે. આ બાતમીના આધારે તેઓએ તેમના સ્ટાફની મદદ લઇ જરોદ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક કાર અને તેની પાછળ આવી રહેલા એક ટેમ્પો આવતા તેણે રોકીને તપાસ કરતા ટેમ્પોમાંથી પીવાના પાણી ભરેલા 54 જગમાંથી બિયર અને વિદેશી દારૂની 1199 બોટલ મળી આવી હતી. બુટલેગરના આ કિમીયાને જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી.

Latest Stories