દાહોદ : ઝાલોદમાં અસ્થિ વિસર્જન કરવા છ યુવાનો ગયા નદીએ, જુઓ પછી શું થયું

New Update
દાહોદ : ઝાલોદમાં અસ્થિ વિસર્જન કરવા છ યુવાનો ગયા નદીએ, જુઓ પછી શું થયું

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની અનાસ નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયેલા ઠુંથી કંકાસિયા ગામના 6 યુવાનો પુરમાં ફસાય ગયાં હતાં. એક યુવાન પાણીમાં ખેંચાય ગયો હતો જયારે એક તરીને બહાર આવી ગયો હતો. બેટ પર ફસાયેલા અન્ય ચાર યુવાનોને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યાં હતાં.

ઠુંથી કંકાસિયા ગામના 6 યુવાનો ઝાલોદ નજીકથી પસાર થતી અનાસ નદીના પુરમાં ફસાય ગયાં હતાં. જે પૈકી એક યુવાન નદીમાં પ્રવાહમાં તણાઇ જતા મોત થયું હતું. જ્યારે એક યુવાન પાણીના પ્રવાહમાં તરીને બહાર આવી ગયો હતો. જેથી તેનો બચાવ થયો હતો. જ્યારે 4 યુવાનો નદીની વચ્ચે બેટ ઉપર ફસાઇ ગયા હોવાથી તેમને રેસ્કયુ કરી બચાવી લેવામાં આવ્યાં હતાં. દાહોદ જિલ્લામાં સતત વરસાદ વરસી રહયો છે અને નદીઓમાં પુરની સ્થિતિ છે.  હાલ દાહોદ ખાતે NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રાખવામા આવી છે. NDRF ના ટીમ કમાન્ડર કિશનસિંહ ચૌહાણ સાથે  21 જવાનોની એક ટીમ દાહોદ ખાતે પહોચી ગઈ છે. બીજી તરફ વહીવટી તંત્ર દ્રારા પણ કાળી-૨ ડેમ હાઇ એલર્ટ ઉપર છે– નીચાળ વાળા ગામોને સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે  ઝાલોદ તાલુકામાં આવેલો કાળી-૨ ડેમ તેની કૂલ સંગ્રહ ક્ષમતાની સામે ૯૧ ટકા ભરાઇ જતાં સિંચાઇ વિભાગ દ્વારા હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને નીચવાસમાં આવતા ગામોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત માછણનાળા ડેમમાં સતત નવા નીરની આવક થઈ છે ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે.

Latest Stories