દાહોદ : નઘરોળ તંત્રના પાપે ઐતિહાસિક ધરોહર પણ બની ખંડેર

New Update
દાહોદ : નઘરોળ તંત્રના પાપે ઐતિહાસિક ધરોહર પણ બની ખંડેર

મુગલ સામ્રાજ્યના સુવર્ણયુગના શાસક શાહજહાંના પુત્ર ઓરંગઝેબનો જન્મ દાહોદની ધરતી ઉપર થયો છે અને તેની નાળ (નાભી ) દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં શાહજહાં દ્વારા ખાડો ખોદી દફન કરવામાં આવી હતી પરંતુ આજે તે કિલ્લો ખંડેર હાલતમાં જોવા મળે છે.

દાહોદની ધરોહરએ ઐતિહાસિક ધરોહર છે. શાહજહાં અને તેમની પત્ની મુમતાજ તેમના લશ્કરને લઈને દોહદની ધરા ઉપરથી નીકળી રહયા હતા અને અચાનક જ બેગમ મુમતાજને પેટમાં પ્રસવ પીડા ઉપાડવા લાગતા શાહજ્હાએ લશ્કરને રોક્યું જ્યાં મુમતાઝએ એક બાળકને જન્મ આપ્યો હતો જેનું નામ છે મોગલ બાદશાહ અબ્દુલ મુજફ્ફર મોહીઉદ્દીન મોહમ્મદ (ઓરંગઝેબ) જહાંગીર . 24 ઓક્ટોમ્બર 1618માં જન્મેલા આ બાદશાહને ભારતમાં ઓરંગઝેબ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. તેના જન્મ બાદ શાહજહાંએ ઔરંગઝેબની નાળને દાહોદની ધરતી ઉપર ખાડો ખોદી દફન કરી દીધી હતી.

ત્યાર બાદ દસથી પંદર દિવસ સુધી દાહોદમાં રોકાણ કરી શાહજહાં ત્યાંથી તેના લશ્કરને લઈને ઉત્તર પ્રદેશમાં ચાલ્યો ગયો તે પછી મોગલ બાદશાહને 25 વર્ષની ઉંમરમાં ઔરંગઝેબને 1857માં બાદશાહત કરવાનો વિચાર આવ્યો ત્યારે તેને તેના પિતા શાહજહાને કેદ કરીને ઓરંગઝેબ દિલ્હીની સલ્તનતનો રાજા બન્યો. રાજા બનતાજ તેને તેના સેનાપતિને દરબારમાં બોલાવી જણાવ્યું કે ગુજરાતનાં દાહોદને મારા જન્મ સ્થળ તરીકે વિકસાવો ત્યારે તેના સેનાપતિની આગેવાનીમાં તેમના લશ્કરે તે સમયે દાહોદની સૌથી ઊંચી ગણાતી ટેકરી ઉપર એક કિલ્લો બનાવડાવ્યો જે આજે ગડીના કિલ્લા તરીકે ઓળખવામાં આવે છે

દાહોદના મોટાઘાંચીવાડા વિસ્તાર નજીક આવેલી દુધીમતી નદી નજીક જ્યાં ઔરંગઝેબની નાળ દફન હતી તે જગ્યા ઉપર એક મકબરો બનાવી તેની આજુબાજુ એક સુંદર દેખાતો કિલ્લો પણ બનાવવામાં આવ્યો હતો. તેની નાળ નજીક તેના લશ્કરને પીવાના પાણીની સમસ્યા નડતા ઓરંગઝેબ બાદશાહ દ્વારા એક પીવાના પાણી માટે વાવ બનાવવામાં આવી હતી અને તે વાવની આજે લોક વાયકા એવી છે કે તે વાવનું પાણી પીવાથી જેને ખાસી આવતી હોય કે અન્ય કોઈ બીમારી થાય તો આ વાવનું પાણી પીવાથી તેની બીમારી અને ખાસી દૂર થાય છે

ઔરંગઝેબની તમામ વિરાસતોનો વારસો ઇતિહાસમાંથી વિસરાતો જોવા મળી રહ્યો છે તેનો બનાવેલો ગડીનો કિલ્લો હૉય કે તેની નાળ વાળી જગ્યા ઉપર બનેલો કિલ્લો તમામે તમામ આજે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે દાહોદના સ્થાનિક લોકો સરકારના પુરાતત્વ વિભાગ પાસેથી એવી અપેક્ષાઓ સેવી રહ્યા છે કે દાહોદની ઐતિહાસિક નગરીનો ઇતિહાસ લોકો સુધી પોહચે અને ભાવિ પેઢીને વારસો મળી રહે, દેશ અને દુનિયા દાહોદના ઇતિહાસ વિશે જાણે

ગજબનું આ દાહોદ શહેર અને તેવો જ ગજબ છે તેનો વારસો. ગઢીનો કિલ્લો આજે સાવ નધિયાણત અવસ્થામાં એકલો અટૂલો ઉભો છે તેનું નૂર ઉડી ગયું છે પણ તેનું ધડ અડીખમ છે અને પોતાની હયાતિની ગવાહી પ્રજા અને તંત્રને આપી રહ્યો છે. ક્યાં સુધી...ક્યાં સુધી તેની ભવ્યતાને અણદેખી કરાશે ? દાહોદના ભવ્ય ભૂતકાળની વાતો કરીએ તો પાના ખૂટી જાય પણ કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યા વિના રહી જ ન શકાય તેવી છે. કિલ્લા સાથે તેની ઉપર મુકેલી તોપની પણ તમા નહીં લેવાતાં તે પણ પોક મુકી રહી છે. કાંગરા ખરતાં તેની પર પ્લાસ્ટરનું લેપ મરાઇ રહ્યું છે. પાછળનો ભાગ તો સાવ ખરી પડ્યો હોવાથી શહેરનો આ અમૂલ્ય ઈતિહાસ માટીમાં મળી રહ્યો છે.

ગઢીના કિલ્લાના નિર્માણમાં તે સમયે Rs. 76,300નો ખર્ચ થયેલો. સિંધિયાના સુબેદાર પાટણકરે એક ખૂણે 12 દરવાજા ધરાવતું ‘બારદ્વારી’ મકાન બનાવ્યું હતું. જે હવે અસ્તિત્વમાં નથી.

હાલમાં સરકારી કચેરીઓ, જેલ કે રહેણાંકોથી ભરચક ગઢીનો કિલ્લો આજપર્યંત દાહોદની આગવી ઓળખ બની રહ્યો છે. પ્રવેશદ્વારની ઉપરના ભાગે રખાયેલી તોપ આજે એ જ સ્થાને છે પરંતુ સાવ જર્જરિત હાલતમાં. ઐતિહાસિક ઇમારતને છાજે તેવી માવજત બદલે પરિસરમાં જંગલી વનસ્પતિ-ઝાંખરાની સાથે ગંદકીનું વર્ચસ્વ જોવા મળે છે, પાક્કા બાંધકામથી પણ તેની ઐતિહાસિકતાને ઝાંખપ લાગી છે તેમ કહીએ તો કંઈ ખોટું નથી.

સુબેદાર મહંમદ અમીન ખાન જ્યારે દાહોદ ખાતે ટીમ સાથે આવ્યા તે સમયે નગરનો સૌથી ઊંચાઈવાળો ભાગ શોધતા તેમના ધ્યાને જે સ્થળ આવ્યું તેમને મુસ્લિમ ફકીરો માટે સરાઈ અર્થાત ધર્મશાળા બનાવી. પાવાગઢ, માનગઢની માફક ઊંચાઈ ધરાવતા સ્થળો જેમ ગઢ તરીકે ઓળખાય છે તે બધાના પ્રમાણમાં આ સ્થળ ઓછી ઊંચાઈએ હોવાથી કાળક્રમે ‘ગઢી’ તરીકે ઓળખાઈ હતી.

લોકવાયકા મુજબ એવુ પણ કહેવામા આવે છે કે કિલ્લા પર જવા માટે દાહોદની દુધીમતી નદી પાર કરીને જવુ પડતુ હતુ પરંતુ ત્યારબાદ ઔરંગઝેબના પ્રતિનિધિ લશ્કર દ્વારા દુધીમતી નદીમા એક બ્રીજ બનાવ્યો હતો જે બ્રીજ આજે પણ હયાત છે અને જર્જરીત હાલતમા છે

દાહોદના ઇતિહાસકારો પણ જણાવે છે કે દાહોદ ઓરંગઝેબનું જન્મ સ્થળ હોવાના કારણે તેનું ઋણ ચૂકવવા ઓરંગઝેબ દ્વારા કર માફ કરવામાં આવ્યો હતો

આ કિલ્લાની સાથે ભારતના ઇતિહાસની પણ અનેક યાદો જોડાયેલી છે.

Latest Stories