/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/10115144/maxresdefault-112.jpg)
દાહોદ જિલ્લાના કાળીડુંગરી ગામે સગીર વયના પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. પ્રેમમાં નિષ્ફળતાની બીકે બંનેએ એક જ ઓઢણીમાંથી બે ફંદા બનાવી જીવાદોરી ટુંકાવી લીધી હતી.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે એક ૧૬ વર્ષીય સગીરા તથા એક ૨૦ વર્ષીય યુવકે અગમ્યકારણોસર ગામમાં આવેલ એક વૃક્ષ ઉપર એક ઓઢણી બાંધી બંન્નેએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં અનેક ચર્ચાઓએ જાેર પકડ્યું છે. આ ઘટનાની જાણ બંન્નેના પરિવારજનો સહિત ગ્રામજનોને થતાં તમામના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં નજીકની પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી.આ બંન્નેએ કયાં કારણોસર આત્મહત્યા કરી તે વિષયનું હાલ ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે. ત્યારે સમગ્ર હકીકત શું તે તો પોલીસ તપાસમાં જ બહાર આવે તેમ છે.