દાહોદમાંથી રૂપિયા ૧૦૦૦ અને પ૦૦ના દરની ૧૪ લાખની જૂની નોટો સાથે ૩ શખ્‍સોની ધરપકડ

New Update
દાહોદમાંથી રૂપિયા ૧૦૦૦ અને પ૦૦ના દરની ૧૪ લાખની જૂની નોટો સાથે ૩ શખ્‍સોની ધરપકડ

શહેરના તાલુકા પંચાયત રોડ પરથી સ્કૂટરમાં લઈ જવાતી જૂની ચલણી નોટો સાથે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પાસેથી ત્રણ મોબાઇલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ગોધરાના આરઆર સેલે મંગળવારે ૧૪ લાખ ૮૦ હજારની જૂની રૂ.૧૦૦૦ અને રૂ.૫૦૦ની ચલણી નોટો પકડી હતી.

આ ત્રણેય લોકો તાલુકાપંચાયત રોડ પરથી સ્કૂટરમાં જૂની નોટો લઈ જતા હતા ત્યારે બાતમીના આધારે ગોધરાના આરઆરસેલે તેમની અટકાયત કરી તપાસ કરતા નોટો મળી આવી હતી. હાલમાં જ રાજકોટમાંથી ૧.૬૯ કરોડ રૂપિયાની કિંમતથી વધુની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી, જેમાં ૧૦૦૦ના દરની જૂની ૭૧૮૫ નોટો અને ૫૦૦ના દરની ૧૯,૪૮૫ નોટો હતી. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી હતી. રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની જૂની નોટો કેન્દ્ર સરકાર દ્વારા અમાન્ય જાહેર કરાયાનાં એક વર્ષ બાદ પણ હજી આવી નોટો મળવાનો સિલસિલો યથાવત્ છે. થોડા સમય પહેલાં ભાવનગર અને સુરેન્દ્રનગરના સાયલા ગામમાંથી એલસીબીની ટીમે જૂની નોટો જપ્ત કરી હતી.

Latest Stories