દિલ્હી ટ્રાયલ દરમિયાન દીવાલ તોડી બહાર નીકળી ડ્રાઈવરલેસ મેટ્રો

New Update
દિલ્હી ટ્રાયલ દરમિયાન દીવાલ તોડી બહાર નીકળી ડ્રાઈવરલેસ મેટ્રો

દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર મંગળવારે ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર વગરની મેટ્રો ટ્રેન દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. વડાપ્રધાન 25 ડિસેમ્બરે આ લાઇનનું ઉદ્દઘાટન કરવાના છે. આ ઘટના પછી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.

આ અકસ્માત માનવીય ભૂલ અને બેદરકારીને કારણે સર્જાયો છે. આ ઘટનાથી 25 ડિસેમ્બરે થનારા ઉદ્દઘાટન પર કોઇ અસર નહીં પડે. ડીએમઆરસીના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રાઇવર વગરની આ ટ્રેન બપોરે 3.40 વાગ્યે દીવાલ સાથે ટકરાઇ હતી. આ ટ્રેનની બ્રેક સિસ્ટમ ચેક કર્યા વગર તેની ટ્રાયલ કરવામાં આવી હતી. આ અકસ્માતને કારણે દીવાલનો થોડોક ભાગ તૂટી ગયો હતો.

Latest Stories