દિલ્હી હાઇકોર્ટનો ભરણપોષણ અંગે મહત્વનો ચુકાદો

New Update
દિલ્હી હાઇકોર્ટનો ભરણપોષણ અંગે મહત્વનો ચુકાદો

દિલ્હી હાઇકોર્ટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પત્ની દ્વારા પતિ સામે કરવામાં આવેલા ભરણ પોષણ અંગેના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે અને જણાવ્યુ હતુ કે નોકરી કરતી મહિલા ભરણ પોષણ નો દાવો કરી શકે નહિ.

દિલ્હી ખાતે ઇલેકટ્રોનિક એન્જીનીયર અને સ્વતંત્ર બિઝનેસ કરતા પતિ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પત્ની વચ્ચે મતભેદ ના કારણે છુટા છેડા થયા હતા.મહિલાએ પોતાના બે બાળકોના ભરણપોષણ માટે મહિને ત્રણ લાખ નું વળતર મળવું જોઈએ તે માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી.આ અંગે કોર્ટે મહિલાને ભરણપોષણ માટે દર મહિને રૂપિયા 22,900 ચુકવાનો હુકમ કર્યો હતો.

જેને પતિએ પોતાના વકીલ મારફતે હાઇકોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો.અને હાઇકોર્ટ જસ્ટિસ પ્રદીપ નંદ્રાજેણ અને જસ્ટિસ પ્રતિભા રાની ની ખંડપીઠે નોધ્યું હતુ કે મહિલા વર્ષ 2003 થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે તેથી હિન્દુ મેરેજ એક્ટ ની કલમ 24 મુજબ તેને પોતાના પુર્વ પતિ સાથેની ભરણ પોષણ ભથ્થુ મળવાપાત્ર નથી.

વધુમાં મહિલાએ હાઇકોર્ટમાં અરજીમાં જણાવ્યું હતું કે તેણી મહિને માત્ર 7000 રૂપિયાજ કમાય છે જેનાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ છે.જે અરજીને હાઇકોર્ટે રદબાતલ કરી દીધી હતી અને ટકોર કરી હતી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે 13 વર્ષ થી પ્રેક્ટિસ કરે છે તેથી માત્ર 7000 રૂપિયાની મહિનાની આવક હેવાનું કોઈ પણ હિસાબે માની શકાય નહિ.

Latest Stories