New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/asha-birthday.jpg)
બોલીવુડમાં પોતાના દમદાર અને મધુર અવાજથી પોતાની એક અલગ ઓળખ બનાવનાર ગાયિકા આશા ભોસલેનું હવે દિલ્હીમાં મીણનું પૂતળું બનવા જઈ રહ્યું છે. લંડનની જેમ જ દિલ્હીમાં બનવા જઈ રહેલ મેડમ તુસાદમાં હવે બોલીવુડના સુપ્રસિદ્ધ અભિનેતાઓ અભિનેત્રીઓ અને ગાયકોના પૂતળા બનાવવાની તૈયારી ચાલી રહી છે. તે મ્યુઝિયમમાં મશહૂર હસ્તીઓના પૂતળા વચ્ચે આશા ભોંસલેનું પણ પૂતળું બનવા જઈ રહ્યું છે.
બોલીવુડની સુવર્ણ યુગની ગાયિકા આશા ભોંસલેના મીણના પૂતળાને ભારતના પહેલા મેડમ તુસાદમાં સ્થાન મળી ગયું છે, તે વાત જાણીને તેમને વધુ ખુશી થઈ રહી છે કે તે મ્યુઝિયમમાં સૌથી પહેલું પૂતળું મારુ જ હશે જે ત્યાં સ્થપાવા જઈ રહ્યું છે. આ વાત જાણ્યા બાદ ગાયિકા આશા ભોંસલેએ ટીમ મેડમ તુસાદનો આભાર માન્યો હતો.
Latest Stories