દિવના ડેપ્યુટી કલેક્ટરને વડોદરા પોલીસનો થયો કડવો અનુભવ, કર્યું ઉધ્ધતાઈ ભર્યું વર્તન

New Update
દિવના ડેપ્યુટી કલેક્ટરને વડોદરા પોલીસનો થયો કડવો અનુભવ, કર્યું ઉધ્ધતાઈ ભર્યું વર્તન

પિતાની પિસ્તોલની લાયસન્સની મુદત પુરી થતાં તેને જમા કરાવા મકરપુરા પોલીસ સ્ટેશન આવ્યા હતા

દિવનાં ડેપ્યુટી કલેકટર ડો.અપુર્વ શર્મા વડોદરા ખાતે રહેતા પરિવારને મળવા આવ્યા હતા.દરમિયાન તેમનાં પિતા તેજરામ શર્માની પિસ્તોલના લાયસન્સની મુદત પુરી થતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં પિસ્તોલ જમા કરાવવા પિતરાઇ ભાઇ ડો.કુલદીપ શર્મા સાથે ગયા હતા. જ્યાં ડેપ્યુટી કલેકટરને મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ દિનેશ મહિડા અને તેમના સ્ટાફે ઝપાઝપી કરી ધક્કો મારીને પીએસઓના રુમમાં પુરી દીધા હતા.

ઘણી મથામળ બાદ એસડીએમે પોલીસ કમિશનરને મોબાઇલ પર ફોન કર્યા બાદ તેમણે રીડર પીઆઇને મોકલ્યા હતા. ત્યારબાદ પોલીસ કમિશનરને રુબરુ મળ્યા પછી તેમણે પીઆઇ દિનેશ મહિડા અને સાદા કપડા અને ડ્રેસમાં રહેલા પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ કરતાં પોલીસે મકરપુરા પીઆઇના પોતાના જ પોલીસ મથકમાં તેમની અને અન્ય પોલીસ કર્મીઓ સામે પોલીસે મારામારીનો ગુનો નોંધ્યો હતો.

ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારી સાથે આ પ્રકારનું વર્તન કરવા બદલ મકરપુરા પીઆઇ દિનેશ મહિડાની ગુરુવારે બપોરે તાત્કાલીક અસરથી આઇએસીએડબલ્યુ યુનિટમાં બદલી કરી દેવાઇ હતી. સમગ્ર બનાવની તપાસ એસીપી એસ.જી.પાટીલને સોંપાઇ હતી.

એસીપી પાટીલે જણાવ્યું હતું કે ઘટના અંગે ફરિયાદ થયા બાદ તે સમયે હાજર પોલીસ કર્મચારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને સીસી ટીવી ફુટેજ પણ ચેક કરાયા છે. સીસી ટીવીમાં ડેપ્યુટી કલેકટરને ધક્કો મારવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે. તપાસ પુરી થયા બાદ પીઆઇ મહિડાની અટક કરાશે.

Latest Stories