New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/05/27-dippy.jpg)
દિગ્દર્શક દિનેશ વિજનની ફિલ્મ કોકટેલ, લવ આજ કલ અને ફાઇન્ડિંગ ફેનીમાં દીપિકાએ કામ કર્યું છે. આ ઉપરાંત ફિલ્મ રાબ્તાથી દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યૂ કર્યું છે.
ફિલ્મ રાબ્તામાં લીડ રોલ સુશાંતસિંહ રાજપૂત, ક્રીતિ સેનન અને જિમ સરભ નિભાવી રહ્યાં છે. આ ફિલ્મની રિલીઝ બાદ વિજન ફિલ્મ બદલાપુરની સીક્વલ બનાવવાના છે. આ ફિલ્મમાં લીડ તરીકે વિજને પોતાની લકી ચાર્મ એવી દીપિકા પદુકોણની જ પસંદગી કરી છે. મૂળ ફિલ્મ બદલાપુરમાં અભિનેતા વરુણ ધવને પોતાના નિકટના લોકોની હત્યાનો બદલો લીધો હતો. આ જ કામ હવે દીપિકા પોતાની આગામી ફિલ્મમાં કરતી જોવા મળશે.
ક્રાઇમ રિવેન્જ ડ્રામા ફિલ્મમાં પહેલી વાર દીપિકાનો આક્રમક અવતાર દર્શકોને સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.
Latest Stories