દેડીયાપાડામાં કંજાલ ગામે EVM અને VVPAT ભૂલી જવાનાં મામલે ઝોનલ ઓફિસર સસ્પેન્ડ કરાયા

New Update
દેડીયાપાડામાં કંજાલ ગામે EVM અને VVPAT ભૂલી જવાનાં મામલે ઝોનલ ઓફિસર સસ્પેન્ડ કરાયા

નર્મદા જિલ્લાનાં દેડીયાપાડાનાં કંજાલ ગામ ખાતે ચૂંટણી દરમિયાન ફાળવેલું EVM અને VVPAT મશીન ગાડીમાં ભુલી જવાની બેદરકારી દાખવનાર ઝોનલ અધિકારીને ચૂંટણી અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તારીખ 9મી ડિસેમ્બરનાં રોજ યોજાયેલ પ્રથમ તબક્કાની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડેડીયાપાડાનાં કંજાલ ગામ ખાતે ઝોનલ અધિકારી કૌશિક કાથડ EVM અને VVPAT મશીન ગાડીમાં જ ભૂલી ગયા હતા, જે અંગેની જાણ ભારતીય ટ્રાઇબલ પાર્ટીનાં કાર્યકર્તાઓ ને થતા તેઓએ સ્ટ્રોંગ રૂમ સુધી આ મશીનો પહોંચાડયા હતા.

પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર ઝોનલ અધિકારી કૌશિક કાથડને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Latest Stories