/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02143643/maxresdefault-12.jpg)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ ગામે અનોખી તરણ સ્પર્ધા યોજાઇ હતી. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોએ સરકારનું ધ્યાન દોરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી અનેક જળાશયો છલાકાયા છે. રાવલ ગામ છેલ્લા દોઢ માસથી સતત પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોએ તંત્રમાં અનેકવાર રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
રાવલ ગામે ખેતરોમાં 4થી 6 ફૂટ સુધીના ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધા યોજાઇ હતી. આ તરણ સ્પર્ધામાં સ્થાનિક ખેડૂતોએ ભાગ લઈ સરકાર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તરણ સ્પર્ધાના આયોજનમાં વિજેતાઓને લોલીપોપનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. હાલ ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાક નિષ્ફળ જવાના આરે છે, ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ કરી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો