દેશના 60,000 બેરોજગાર યુવાનોને વ્યવસાયિક અને કૌશલ્યની અપાશે તાલીમ

New Update
દેશના 60,000 બેરોજગાર યુવાનોને વ્યવસાયિક અને કૌશલ્યની અપાશે તાલીમ

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને દાલમિયા ફાઉન્ડેશન વચ્ચે આગામી 10 વર્ષમાં દેશના 60,000 બેરોજગાર યુવાનોને વ્યવસાયિક અને કૌશલ્યની તાલીમ આપવા માટે બુધવારે એક કરાર થયો હતો.

આ 10 વર્ષના કરારમાં વ્યવસાયિક તાલીમ આપવાથી દેશના ઘણાં ક્ષેત્રો જેમકે, બ્યુટી અને ફીટનેસ, રીટેઇલ, ઓટો, હેલ્થકેર, કંસ્ટ્રક્શન અને એગ્રીકલ્ચર વગેરેને ફાયદો થશે.

આ પ્રોગ્રામ હેઠળ તાલીમ પામેલા લોકોમાંથી 70 ટકા લોકોને તેમણે જેમાં તાલીમ મેળવી હોય તે સેક્ટરમાં નોકરીની ખાતરી આપવામાં આવશે.

આ પ્રોગ્રામ હેઠળ જરૂરિયાત પ્રમાણે 3થી 6 મહિનાની તાલીમ આપવામાં આવશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓને NSDCનું સર્ટીફિકેટ પણ આપવામાં આવશે.

Latest Stories