/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/kkjll.jpg)
દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પ્રથમ પુણ્યતિથિ છે.ભારત રત્નથી સન્માનિત અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ૯૩ વર્ષની આયુમાં નિધન થયું હતું. ત્યારબાદ ભાજપે તેમની અસ્થીઓને દેશની ૧૦૦ નદીઓમાં વહાવી હતી અને તેની શરૂઆત હરિદ્વારમાં ગંગામાં વિસર્જન સાથે થઈ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/08/vlcsnap-2019-08-16-12h35m08s146.png)
વાજપેયી પહેલીવાર ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતાં. પરંતુ આ દરમિયાન ફક્ત ૧૩ દિવસ સુધી જ તેમની સરકાર ચાલી હતી. ત્યારબાદ ફરીથી તેઓ ૧૯૯૮માં વડાપ્રધાન બન્યા હતાં. પરંતુ આ વખતે પણ તેમની સરકાર ફક્ત ૧૩ મહિના સુધી જ ચાલી હતી. ફરી એકવાર ૧૯૯૯માં વાજપેયી ત્રીજીવાર વડાપ્રધાન બન્યા હતાં અને પોતાનો કાર્યકાળ પાંચ વર્ષનો પૂરો કર્યો હતો.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/08/vlcsnap-2019-08-16-12h34m48s664.png)
ભરૂચ શહેર ભાજપના કાર્યકરોએ આજરોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળનું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે ભરૂચ ભાજપાના મહેન્દ્ર કંસારાએ જણાવ્યું હતુંકે, ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપાઇજીની આજે પ્રથમ પુણ્યતિથી પ્રસંગે ભરૂચ શહેર ભાજપ અને જિલ્લા ભાજપ તરફથી ભરૂચની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓને ફળ વિતરણનો પ્રતિકાત્મક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.જેથી સારવાર લેતા દર્દીઓને તેમની યાદગીરી રહે અને તેનો રચનાત્મ ઉપયોગ થાય,વાજપાઇજીએ છેવાડાના માનવીના વિકાસ માટે આખું જીવન ખર્ચેલું અને આવનાર દિવસોમાં પણ એમની યાદગીરી રહે તે માટે આજે એક પ્રતિકાત્મક કાર્યક્રમ યોજી તેમને શ્રદ્ધાંજલિ આપીયે છીએ.
આ પ્રસંગે ભરૂચ શહેર અને જિલ્લા ભાજપાના આગેવાનો મહેન્દ્ર કંસારા,પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા,ઇન્દીરાબેન રાજ સહિત કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.