/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/maxresdefault-9.jpg)
રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બનેલી ચોટલી કાપવાની ઘટના હવે રાજકોટ સુધી પહોંચી છે. શહેરના આંબેડકર નગરમાં રહેતી તરુણી ઉંઘમાંથી જાગી ત્યારે તેની માથાના વાળની ચોટલી જમીન પર પડી હતી. આ ઘટનાથી તરુણી સહિત તેનો પરિવાર ભયના માહોલમાં આવી ગયો હતો. અને સમગ્ર મામલો માલવિયાનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
દેશના અન્ય રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ મહિલાઓની ચોટલી કાપવાની ઘટનાઓ બની રહી છે. આવોજ એક કિસ્સો રાજકોટના આંબેડકર નગરમાં સામે આવ્યો છે. આંબેડકરનગરમાં રહેતી તરુણી તેના ઘરે સુતી હતી ત્યારે કોઈ લાલ રંગની સાળી પહેરેલી મહિલા બારીમાંથી રૂમમાં પ્રવેસી હતી. જેને લઇ તરુણી ગભરાઈ ગઈ હતી. અને સવારે ઉઠીને જોતા જમીન પર માથાના વાળની ચોટલી જોવા મળી હતી. ભોગ બનનાર તરુણીના જણાવ્યા મુજબ તેને ટીવીમાં સમાચાર જોયા હતા અને એ જોયાબાદ તેને વિશ્વાસ નહતો. પરંતુ આજે તેની સાથે આ ઘટના બનતા પોતે ખુબજ ડરી ગઈ છે. તરુણીએ પરિવારને જાણ કરતા તેના ભાઈ માલવિયા નગર પોલીસ સ્ટેશન જઈ પોલીસ ને જાણ કરી હતી પરંતુ પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.