ધો-12 સામાન્ય પ્રવાહમાં પણ દીકરીઓએ મારી બાજી, તો A-1 ગ્રેડમાં આ શહેર ફરી આગળ

New Update
ધો-12 સામાન્ય પ્રવાહમાં પણ દીકરીઓએ મારી બાજી, તો A-1 ગ્રેડમાં આ શહેર ફરી આગળ

રાજ્યમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 55.55% પરિણામ રહ્યું છે. જેમાંથી સુરતનું કુલ 67.42 જેટલું ઊંચુ પરિણામ આવ્યું છે. રાજ્યમાં કુલ 451 સ્ટુડન્ટને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે જેમાંથી સુરતના 143 સ્ટુડન્ટ છે. જે સાથે જ સુરત ફરી ટોપ પર રહ્યું છે.

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ બન્યો છે, જેમાં 77.32% જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 31.54% રહ્યું છે. સુરતમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર નાનપુરા બ્લાઈન્ડ 100% પરિણામ સાથે મોખરે રહ્યું છે. બીજી તરફ સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર મહિસાગરનું લુણાવાડા 11.74% છે.

સામાન્ય પ્રવાહમાં પણ ફરી એક વખત વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે અને વિદ્યાર્થિનીઓનું 74.78 %, વિદ્યાર્થીઓનું 63.71% પરિણામ રહ્યું છે. રાજ્યની 100 ટકા પરિણામ ધરાવતી 206 જેટલી શાળાઓ રહી છે. બીજી તરફ જો A 1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ 451 છે. તો 76 સ્કુલનું પરિણામ 10 ટકાથી ઓછું રહ્યું છે.

A2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8245, B1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 30306, B2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 63241, C1 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 80912, C2 ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 52,593, D ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 19670 છે. E1 ગ્રેડ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 56 છે

ગુજરાતી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી ગત વર્ષના 55.42 ટકાથી ઘટીને 54.03 ટકા નોંધાઈ છે. જ્યારે અંગ્રેજી માધ્યમના ઉમેદવારની પરિણામની ટકાવારી 74.20 ટકાથી વધીને 77.37 ટકા થઈ છે.

Latest Stories