ધોરણ 10 - 12 પરીક્ષામાં શિક્ષકો-આચાર્યને  પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ શકે

ધોરણ 10 - 12 પરીક્ષામાં શિક્ષકો-આચાર્યને  પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ શકે
New Update

ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી 12મી માર્ચથી શરૃ થતી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને આ વર્ષે પરીક્ષાનાં નિયમો કડક કર્યા છે.જે મુજબ કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલ કેન્દ્રમાં મોબાઈલ થી માંડી ડિઝિટલ વોચ્ સહિતના કોઈ પણ ઉપકરણ નહી લઈ જઈ શકે ઉપરાંત ક્લાસરૃમમાં ચાલુ પરીક્ષા કોઈ પણ શિક્ષક કે કર્મચારી પણ મોબાઈલ લઈને નહી જઈ શકે.જો જશે તે આચાર્ય-શિક્ષક સામે પગલા લેવાશે.

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ગત વર્ષે બોર્ડ પરીક્ષાના એક સ્ટાફના માણસે જ પરીક્ષાનું પેપર લીક કર્યુ હતુ અને મોબાઈલ થી ચોરી કરાવવા અનેક કેસો પણ ગત વર્ષે ધ્યાને આવ્યા હતા. ઉપરાંત માસ કોપી કેસની પણ અનેક જીલ્લામાં ઘટના બની હતી.જેથી આ વર્ષે બોર્ડે કડક નિયમો કર્યા છે.

જે મુજબ ચાલુ પરીક્ષાએ શિક્ષક કે ક્લાસ નિરિક્ષક પણ ક્લાસમાં મોબાઈલ લઈ જઈ નહી શકે અને જો બોર્ડની સ્કવોડ ટીમ દ્વારા મોબાઈલ સાથે નિરિક્ષક કે શિક્ષક પકડાશે તો સ્કૂલ કેન્દ્રના આચાર્ય અને શિક્ષક સામે પગલા લેવાશે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article