ધોરણ 10નું પરિણામ જાહેર, રાજ્યમાં સૌથી આગળ સુરત જિલ્લો

ધોરણ 10નું પરિણામ જાહેર, રાજ્યમાં સૌથી આગળ સુરત જિલ્લો
New Update

બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 67.50%

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 80.06% સાથે સુરત જિલ્લાએ રાજ્યમાં મેદાન માર્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 37.35% આવ્યું છે. સમગ્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું ધોરણ 10નું પરિણામ 67.50% આવ્યું હતું. જેની જાહેરાત શિક્ષણ મંત્રી દ્વારા સવારે 8 કલાકે કરવામાં આવી હતી.

સવારે પરિણામ જાહેર થયા બાદ વેબસાઈટ gseb.org અને gipl.net પર સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે તેવું બોર્ડ દ્વારા જાહેર કરી દેવાયું હતું. ધો. 10માં સમગ્ર રાજ્યભરમાંથી 11.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમના ભાવીનો આજે ફેંસલો થયો હતો. આ વખતે ગણિતમાં સૌથી વધુ ગ્રેસિંગ માર્કસ અપાયા હોવાની અટકળો પણ વહેતી થઈ હતી. માર્ચ 2018માં લેવાયેલી એસએસસીનું પરિણામ જાહેર થયા બાદ સવારે 11થી લઈ બપોરના 2 વાગ્યા સુધી જિલ્લા વિતરણ સ્થળોએથી માર્કશીટ મળશે. જેથી રાજ્યની સ્કૂલોના આચાર્યોએ પોતાની સ્કૂલની માર્કશીટ અને પ્રમાણપત્રો લેવાના રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article