/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/ghjgj.jpg)
વડોદરા અને અમદાવાદને જોડતાં એકસપ્રેસ હાઇવે પર સોમવારે સવારે અર્ટિગા કાર આગળ ચાલતાં ટ્રેલરની પાછળના ભાગે ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયાં હતાં.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ખેડબ્રહમાના બી.વી.નગરમાં રહેતાં પ્રજ્ઞેશ અશ્વિનકુમાર જોષી ( ઉવ. 51) ભરૂચના કંથારીયા ગામના મહેન્દ્ર રામસિંહ ચૌહાણ ( ઉવ 38), કરજણના રીગ્નેશ અરવિંદ પટેલ ( ઉવ 40), બિહારના મુઝફરનગરના બિરીન્દર રાજેન્દ્સિંહ ( ઉવ 42) અને ભરૂચના શાહપુરાના રાજેશ મગન પટેલ (ઉવ 48)નાઓ સોમવારના રોજ અર્ટીગા કારમાં વડોદરાથી અમદાવાદ તરફ જઇ રહયાં હતાં. દરમિયાન નડીયાદ પાસે તેમની કાર આગળ ચાલી રહેલા ટ્રેલરની પાછળ ઘુસી ગઇ હતી. કાર પુરઝડપે હોવાથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર પાંચેય લોકોના સ્થળ પર જ કરૂણ મોત થયાં હતાં. બનાવ સંદર્ભમાં મહેમદાવાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.