નરગિસ ફખરી બોલિવૂડમાં 'કમબેક' કરશે 

New Update
નરગિસ ફખરી બોલિવૂડમાં 'કમબેક' કરશે 

નરગિસ ફખરી બોલીવૂડમાં છવાઇ જવા ફરી પ્રયાસ કરી રહી છે. તે એક હોરર ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. હાલ અભિનેત્રી લંડનમાં છે. નરગિસ રૃપેરી પડદે પોતાનું કમબેક હોરર પાત્ર ભજવીને કરશે.

નરગિસ હાલ અમાવસ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. જે લંડનમાં થઇ રહ્યું છે. ફિલ્મના સેટની તસવીર પણ સોશયલ મીડિયા પર ફરી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ભૂષણ પટેલ કરી રહ્યો છે.જેણે રાગિની એમએમએસ ટુ, અલોન, 1920 અને એવિલ રિટર્નસ જેવી ફિલ્મો બનાવી છે.

બોલીવૂડમાં હાલ હોરર ફિલ્મનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનુષ્કા શર્મા પણ એક હોરર પાત્ર ભજવી રહી છે. નરગિસ ઘણા લાંબા સમય બાદ ભારત સાથે ફરી જોડાઇ રહી છે. ઉદય ચોપરા સાથેના તેના બ્રેકઅપ બાદ અભિનેત્રી ડિપ્રેશનનો ભોગ બની હતી અને સારવાર માટે અમેરિકા જતી રહી હતી.

Latest Stories