નર્મદા જિલ્લામાં આજથી મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ

New Update
નર્મદા જિલ્લામાં આજથી મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થશે. જે 30મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ કાર્યકમ અન્વયે કોઇપણ મતદાર તેમના ભારતીય પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, આધારકાર્ડ, રેશનકાર્ડ, સરકારી/અર્ધસરકારી કર્મચારી માટેનું ઓળખપત્ર, બેંક પાસબુક તેમજ ખેડૂત ઓળખપત્ર જેવા દસ્તાવેજો પૈકી કોઇપણ એક દસ્તાવેજના આધારે પોતાના અને પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે.

મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ/સ્થળાંતર મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને આ રીતે તમામ મતદારોની વસ્તી વિષયક વિગતો અને મતદારના ફોટોની ચકાસણી અને પ્રમાણિકરણ કરવા અને તે રીતે મતદાર યાદીના હેલ્થ પેરામીટર્સમાં સુધારો કરવા મતદારોને સામેલ કરવા સહિતની કામગીરી કરવામાં આવશે. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર ચકાસણી કાર્યક્રમ હેઠળ સંબધિત મતદાર પોતાની જાતે Voter Helpline Mobile App દ્વારા અને NVSP Portal પોર્ટલ દ્વારા ચકાસણી કરી શકશે. તદ્ઉપરાંત મતદારો જે તે ગામના e-Gram કેન્દ્રો / નાગરિક સુવિધા કેન્દ્રો (CSCs) ખાતે રૂબરૂ મુલાકાત લઇને મતદારો દ્વારા ઉકત ચકાસણી કરી શકાશે. ઉપરાંત PWD મતદારો હેલ્પલાઇન-૧૯૫૦ થી પણ ચકાસણી કરી શકશે. જિલ્લા કલેકટર આઇ.કે.પટેલે રાજપીપલા કલેકટરાલય ખાતે તમામ અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

Latest Stories