નર્મદા જિલ્લામાં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો

New Update
નર્મદા જિલ્લામાં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાયો
  • ૨૨૫ દિવ્યાંગ બાળકો સાથે ૩૧૧ જેટલાં વાલીઓની ખાસ ઉપસ્થિતિ

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.નિનામાના માર્ગદર્શન હેઠળ સર્વ શિક્ષા અભિયાન અને એલીમ્કો-ઉજૈનના સંયુકત ઉપક્રમે તમામ તાલુકાના બી.આર.સી. ભવન ખાતે તા. ૧૮ મી થી તા. ૨૧ મી ઓગષ્ટ,૨૦૧૯ સુધી દિવ્યાંગ બાળકોનો સાધન સહાય માટેનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો હતો.

જિલ્લામાં યોજાયેલા ઉકત કેમ્પમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અંદાજિત ૨૨૫ દિવ્યાંગ બાળકો અને ૩૧૧ જેટલા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. આ કેમ્પમાં હાજર રહેલ બાળકોને અંદાજીત ૨૪૬ જેટલા જુદા જુદા પ્રકારના કેલીપર્સ, એ.ડી.એલ. કીટ, એમ.આર.કીટ, ટ્રાયસિકલ, એ.એફ.ઓ., વ્હીલચેર, સી.પી. ચેર જેવા સાધનો મળવાપાત્ર રહેશે. આ કેમ્પ દરમિયાન એલીમ્કો ટીમના તજજ્ઞો તથા જિલ્લાના આઇઇડી કો-ઓર્ડિનેટર અમિતભાઇ રાવલ તથા તાલુકાના બીઆરસી કો-ઓર્ડિનેટર ચિરાગભાઇ મપારા, તેજશભાઇ વસાવા અને બીઆરપી/આર.ટી. ના સહયોગથી આ એસેસમેન્ટ કેમ્પની કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થયેલ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયત, રાજપીપલા- (નર્મદા) ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Latest Stories