New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/f620f06a-87ac-4f4a-b305-7c8b60037538.jpg)
નર્મદા ડેમ ની હાલ ની સપાટી 120.44 મીટરે પહોંચી
કેવડિયા સ્થિતના નર્મદા ડેમ માં અવિરત પાણી ની આવક ચાલુ રહેતા ડેમ તેની સર્વોચ્ચ સપાટી થી 1.48 મીટર જ ઓવરફ્લો થવા માં બાકી રહ્યા છે.
સરદાર સરોવર માં ઉપરવાસ માંથી પાણી આવક માં વધારો થતા હવે ડેમ ઓવરફ્લો થવા માં તૈયારી છે.ડેમ માં 77381 ક્યુસેક પાણી ની આવક અવિરત પણે ચાલુ છે.જેના કારણે હાલમાં ડેમ ની સપાટી 120.44 મીટરે પહોંચી છે ,ડેમ ની સર્વોચ્ચ સપાટી 121.92 મીટર છે ત્યારે ઓવરફલો થવા માં માત્ર 1.48 મીટર જ બાકી રહ્યા છે અને આગામી બે દિવસો માં ડેમ ઓવરફ્લો થઇ જશે તેવી ધારણા ઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
ડેમ ઓવરફ્લો થતા જ પ્રવાસીઓ નો ધસારો પણ ડેમ નું સુંદર દ્રશ્ય જોવા માટે ઉમટી પડશે,અને તહેવારો ની રજાની મજા માણવા માટે પણ સહેલાણીઓ મોટી સંખ્યા માં નર્મદા ડેમ ખાતે આવે તેવી શક્યતાઓ છે.
Latest Stories