/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/vv.jpg)
મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વર અને ઇન્દિરાસાગર ડેમમાંથી 4.5 લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમની સપાટી 136.22 મીટરે પહોંચી હતી. રુલ લેવલ જાળવી રાખવા માટે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 6 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહયું છે.
#નર્મદા
— ConnectGujarat (@ConnectGujarat) September 9, 2019
નર્મદા ડેમના ઉપરવાસમાં માં ભારે વરસાદને પગલે ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમ માંથી 4.5 લાખ ક્યૂસેક પાણી છોડાયું
ઉપરવાસ માંથી 6,61,579 ક્યુસેક પાણી ની આવક થતા સપાટી ઘટાડવા 23 દરવાજા 3.6 મીટર ખોલી 6,00,358 ક્યૂસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. #CGNewspic.twitter.com/hFKSqR4OT3
ડેમમાંથી આવી રહેલા પાણીના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમમાંથી વિપુલ માત્રામાં પાણી છોડવામાં આવતાં ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે.
#ભરુચ
— ConnectGujarat (@ConnectGujarat) September 9, 2019
કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા તંત્રની અપીલ...
એમ.ડી.મોડિયા કલેકટર ભરૂચ.@CollectorBharch#CGNews#ConnectGujarat#BeyondJustNewspic.twitter.com/FkUE27Qzil
ડેમના 23 દરવાજામાંથી વહી રહેલા પાણીના કારણે કેવડીયામાં અદભુત નજારો જોવા મળી રહયો છે. ભરૂચના કાંઠા વિસ્તારોમાં પણ પાણીના ભરાવાની શરૂઆત થઇ છે.