નર્મદા: પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજના અધ્યક્ષ સ્થાને યોજાઇ કાયદાકીય જાગૃત્તિ શિબિર

New Update
નર્મદા: પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજના અધ્યક્ષ સ્થાને યોજાઇ કાયદાકીય જાગૃત્તિ શિબિર

જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને  પ્રિન્સીપાલ

ડિસ્ટ્રીક્ટ જજ જે.પી.ગઢવી, જુવેનાઇલ જસ્ટીસ કોર્ટના અધ્યક્ષ તેમજ

એડીશનલ સિવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.કે.નાચરે, નાયબ  જિલ્લા પોલીસ અધિક્ષક

સી.એન. ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. નિપાબેન પટેલ, જિલ્લા કોર્ટના વકીલ એ.ડી.સોની, જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.જી.મન્સુરી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી મીતાબેન જોશી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ, જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.વી.વસાવા

તેમજ મહિલાઓની વિશાળ ઉપસ્થિતમાં કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી

અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત યોજાયેલી કાયદાકીય માર્ગદર્શન જાગૃત્તિ શિબિરને  દિપ

પ્રાગટ્ય  દ્વારા ખુલ્લી મૂકાઇ

હતી. 

publive-image
publive-image
publive-image
publive-image
publive-image

જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને  પ્રિન્સીપાલ

ડિસ્ટ્રીક્ટ જજ જે.પી.ગઢવીએ જણાવ્યું હતું કે, કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણીની સમસ્યા નિવારવા માટે અને તેનો ભોગ

બનેલી મહિલાઓને ન્યાય અપાવવા માટે કાયદાકીય જોગવાઇઓ કરવામાં આવી છે. અને કામકાજના

સ્થળે જાતીય સતામણી સામે રક્ષણ અને ન્યાય મેળવવો એ દરેક મહિલાઓનો અધિકાર છે, ત્યારે કાયદાની મુખ્ય જોગવાઇ અને જાતીય સતામણી એટલે

શું?, જાતીય સતામણીને લગતા કુત્ય-વર્તનનું

પરિપ્રેક્ષ્ય, આંતરિક ફરિયાદ સમિતિ, સ્થાનિક ફરિયાદ સમિતિની સાથોસાથ કોની સામે ફરિયાદ થઇ

શકે? વગેરે જેવી  વિસ્તૃત

માહિતી  તેમણે  પૂરી

પાડી હતી. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, બંધારણમાં પુરૂષોને

જેટલો અધિકાર છે તેટલો જ બહેનોને પણ  સમાન અધિકાર છે. આ

શિબિરમાં ઉપસ્થિત  મહિલાઓ તરફથી કરાયેલી

પ્રશ્નોતરી અંગે તેમણે કાયદાકીય સમજ અને માર્ગદર્શન આપ્યું હતું.   

જુવેનાઇલ જસ્ટીસ કોર્ટના અધ્યક્ષ તેમજ એડીશનલ સિવીલ જજ અને જ્યુડીશીયલ

મેજીસ્ટ્રેટ એન.કે.નાચરેએ જણાવ્યું હતુ કે, કામકાજના સ્થળે જાતીય સતામણી થાય તો બેસી રહેવાની જરૂર નથી. કાયદાકીય

જોગવાઇઓ મુજબ ફરિયાદ કરવી જોઇએ અને તમામ કચેરીઓમાં જાતીય સતામણીમાં મહિલા

અધિકારીની અધ્યક્ષતામાં આંતરિક ફરિયાદ સમિતિ – સ્થાનિક ફરિયાદ

સમિતિની  ફરજીયાત રચના કરવી જોઇએ, તેમ ઉમેરી કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ ની માહિતી  તેમજ

બહેનોને મૂંઝવતા પ્રશ્નોના હકારાત્મક ઉકેલ અંગે વિશેષ  માર્ગદર્શન

પુરું પાડ્યું હતુ.

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના, ૧૮૧ હેલ્પલાઇન, વન સ્ટોપ સેન્ટર, મહિલાલક્ષી યોજના, નારી અદાલત વિશેની પ્રાથમિક માહિતી પણ રજૂ કરાઇ હતી.

તેમજ  જુદા જુદા વિભાગોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી

હતી.

 આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી

એચ.એન.મન્સુરીએ તેમના સ્વાગતમાં સૌને આવકારી શિબિરની રૂપરેખા આપી હતી અને અંતમાં

પી.બી. વસાવાએ આભારદર્શન કર્યું હતુ.

Latest Stories