/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/11163812/maxresdefault-134.jpg)
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના મોસકુટ ગામેથી વન વિભાગે અન્ય સંસ્થાઓની મદદથી 15 આંધળી ચાકળ સાથે 3 ઇસમોને ઝડપી પાડયાં છે. આંધળી ચાકળનો ઉપયોગ તાંત્રિક વિધિમાં થતો હોવાથી તે ઉંચી કિમંતમાં વેચાતી હોય છે
નર્મદા જિલ્લાના સોરાપાડા રેન્જ ના RFO જે.એ. ખોખર સહિત SPCA નર્મદા જિલ્લાના ધર્મેન્દ્ર ખત્રી દ્વારા મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી મોટા આંધળી ચાકળોની તસ્કરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે દેડિયાપાડા તાલુકાના મોસકુટ ગામ ખાતે દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં અતુલ હરસીગ વસાવા, નરેન્દ્ર મોંગીયા વસાવા તથા ફયાજઅલી અહેમદઅલી મકરાણીને 15 જેટલી આંધળી ચાકળો સાથે ઝડપી લેવાયાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંધણી ચાકળનો તાંત્રિક વિધિમાં ઉપયોગ થતો હોવાથી તેની લોકો મો માંગી કિમંત ચુકવતાં હોય છે. આંધળી ચાકળ એક પ્રકારની સરીસૃપ પ્રજાતિ છે. આંધળી ચાકળની તસ્કરી કરતાં લોકો આંધળી ચાકળના શરીરમાં સાયકલની બેરિંગના છરા ઉતારી તેનું વજન વધારતાં હોય છે. મોસકુટના વન અધિકારી ખોખરના જણાવ્યા અનુસાર મોસકુટ આંધળી ચાકળો વેચવાનું સેન્ટર બની ગયું હતું. અહિયા મુંબઈ સહિત અમદાવાદ. વિગેરે સથળો થી ખરીદદારો આવતા અને ઉચી કિંમતો આપી સરિસૃપો ખરીદતા હોવાની વિગતો બહાર આવી છે.