/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/03154902/maxresdefault-30.jpg)
નર્મદા જિલ્લા મા જંગલની જમીન ખેડવા મુદ્દે શાકવા અને કોલીવાડા ગ્રામજનો વચ્ચે ચાલી રહેલાં વિવાદના ઉગ્ર પડઘા પડયાં છે. આદિવાસી સમાજના લોકોએ વન વિભાગ અને પોલીસની ટીમને ઘેરી લઇ હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભમાં 30 લોકો સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
ડેડીયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ 334 વાળી રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં શાકવા ગામના ફુલસિંગ વસાવા, અમરસિંગ જાતિયા વસાવા, નવજી અમરસિંગ વસાવા તથા નરેશ ગંભીર વસાવાએ કપાસના 2400 રોપાઓ ઉખેડી નાખ્યા હતાં. એ જ જમીનમાં કપાસનું નવેસરથી વાવેતર કર્યું હતું. નેત્રંગના મદદનીશ વન સંરક્ષક એ. ડી. ચૌધરી કોલીવાડ ગામે 30 મજૂરીની મદદથી કપાસનો પાક ઉખેડવા ગયા હતાં.દરમિયાન શાકવા ગામના દિનેશ વસાવા, જીજ્ઞેશ વસાવા, રામસિંગ દાજીયા વસાવા, ફુલસિંગ મોતિયા વસાવા તથા કોલીવાડ બોગજ ગામના છગન સોનજી વસાવા સહીત અન્ય 100 લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. ટોળુ વન વિભાગની ટીમ સાથે ઘર્ષણમાં ઉતરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે 4-5 તોફાની તત્વોને પકડી પોલીસ વાહનમાં બેસાડવા જતા અન્ય લોકોએ પોલીસ સાથે જપાજપી કરી એક આરોપીને છોડાવી લઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ કોન્સટેબલને ઇજા પહોંચી હતી.આ મામલે ડેડીયાપાડા પોલીસે 30થી વધુ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સરકાર એક તરફ આદિવાસીઓને જંગલ ની જમીનો ના માલિક ધોષિત કરવા સનદો હકકપત્રો અપીલ રહી છે તયારે બીજી તરફ આદિવાસીઓ સાથે ધર્ષણ થતાં આ મુદ્દો આદિવાસી સમાજમાં ભારે ચર્ચાસ્પદ બનેલ છે.