"નર્મદામાં નીર નહિ તો વોટ નહિ" નર્મદા અસરગ્રસ્ત ખેડૂતો માં ઉઠી રહેલો સુર

New Update
"નર્મદામાં નીર નહિ તો વોટ નહિ" નર્મદા અસરગ્રસ્ત ખેડૂતો માં ઉઠી રહેલો સુર

ભરૂચ જિલ્લા માં નર્મદા નદીનું અસ્થિત્વ જોખમાય રહ્યું છે જેને લઇ વર્ષો થી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે.

publive-image

નર્મદા નદીમાં ડેમના ગેજેટ મુજબ રોજીદુ પાણી છોડવામાં દુર્લક્ષ્યતા સેવી રહેલી રાજ્ય સરકાર માટે આગામી વિધાનસભા નર્મદા અસરગ્રસ્ત ખેડૂતો વોટિંગમાં નાટો દબાવી શકે છે. એટલુંજ નહિ ટૂંકમાં નર્મદા નીર નહિ તો વોટ નહિ આંદોલન પણ છેડાઈ શકે છે.

છેલ્લા 2 વર્ષો થી તો કબીરવડ સુધી નર્મદા નદીના કિનારા પર ખારા પાણી ચાદર છવાઈ જાય છે. નદીમાં પાણી નહિ હોવાના કારણે ખેડૂતો અત્યંત દુઃખી થયા છે વારંવારની રજુવાતો બાદ પણ કોઈ યોગ્ય નિરાકરણ નહિ આવતા હવે ખેડૂતો એ આવનારી ચૂંટણી માં મતદાન નહિ કરવાનું નકી કર્યું છે.

publive-image

એક નેજા હેઠળ હાલમાંજ મળેલી બેઠક માં અંકલેશ્વર ભરૂચ અને હાંસોટ ના કેટલાક ખેડૂતો એ એક રણ નીતિ મુજબ વોટ નહિ કરવાનું નકી કર્યું છે અને આવનારા સમય માં આઅંગે જાહેરાત પણ કરશે તેવી વાત કરી હતી.

Latest Stories