નવસારી: ગણદેવી તાલુકાના પશ્ચિમના એક ગામની ૬ વર્ષિય બાળા પર નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

નવસારી: ગણદેવી તાલુકાના પશ્ચિમના એક ગામની ૬ વર્ષિય બાળા પર નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
New Update

ગણદેવીના પશ્ચિમ વિભાગના એક ગામડાની ૬ વર્ષીય બાળાને તેના પાડોશમાં રહેતા હેવાને રાત્રિના અંધકારમાં તેના ઘરમાથી ઉઠાવી જઇ પીંખી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.

મોબાઈલ અને ઇન્ટરનેટના જમાનામા સારાની સાથે નરસું પણ લોકો સુધી પહોંચે છે. જેમાં અશ્લીલ સાઇટ્સને કારણે યુવાનો ખોટે રસ્તે જતાં પણ અચકાતા નથી. ગણદેવી તાલુકાનાં પશ્ચિમ વિભાગના એક ગામડામાં રહેતી ૬ વર્ષીય બાળાને ગત રાતે તેના પાડોશમાં જ રહેતો અજીત ઉર્ફે સાંગું કાલિદાસ હળપતિ તેના ઘરમાંથી ઉંચકીને ઘર પાછળ આવેલી આંબાવાડીમાં લઈ ગયો હતો.

દરમિયાન બાળકીની માતા જાગી જતાં, તેણે બાળકી ન દેખાતા તેના પતિ સાથે શોધખોળ આદરી હતી. જેમાં અજીત બાળકીને ખભા ઉપર ઉચકી જતાં જોતા તેને શોધવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ ગાઢ અંધારને કારણે તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ નરાધમ અજીતે માસૂમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી તેને પીંખી નાખી હતી અને અડધો કલાક બાદ બાળકીને ગામના મંદિર નજીક મુકીને ફરાર થયો હતો.

જયાં બાળકીના રડવાનો આવાજ સાંભળી તેને શોધી રહેલા ગ્રામજનો બાળકીની પાસે પહોંચ્યા હતા. તપાસ કરતાં બાળકીને લોહી નીકળતું હોવાથી તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર કરાવવા સાથે બાળકીનું મેડીકલ પણ કરાવ્યુ હતું. જ્યારે ગણદેવી પોલીસ મથકે સમગ્ર મામલે બાળકીની માતાએ ફરિયાદ નોધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર અજીત હળપતિની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.

Here are a few more articles:
Read the Next Article