નવસારી જિલ્લામા 40 હજાર દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે

New Update
નવસારી જિલ્લામા 40 હજાર દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અપાશે

નવસારી જિલ્લાનાં કલેકટર રવિ કુમાર અરોરાનાં માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી કુ.નેહાએ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતી 40000 જેટલી દીકરીઓને સ્‍વરક્ષણની તાલીમ અને આત્‍મનિર્ભર બનાવવા નવનારી અભિયાન પાર્ટ-2 પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કર્યો છે.

કલેકટર રવિ કુમાર અરોરા અને તેમના ધર્મપત્‍નિ સુમિત કૌર, પ્રાંત અધિકારી કુ.નેહાએ દીકરીઓ સાથે ખુબ જ આત્મિયતા સાથે તેમના સાથે બેસીને તેમના ફીડબેક મેળવ્‍યા હતા. કોઇ ઘટના બને તો કયાં ફોન કરવા તેનાથી પણ દીકરીઓને માહિતગાર કરવામાં આવી હતી. આવી કોઇપણ ઘટના બને તો ઘટનાને અનુરૂપ અગત્‍યના ફોન નંબર પોલીસ-100, 108 એમ્‍બ્‍યુલન્‍સ, 181 અભયમ, ટ્રાફિક કંટ્રોલ-103, ફાયર-101 અને બલ્‍ડ બેંક 1910 પર સંપર્ક કરી શકે છે.

publive-image

નવસારી પ્રાંત અધિકારી કુ.નેહાએ જણાવ્‍યું હતું કે, સમાજમાં મહિલાઓનું અગ્રસ્‍થાન છે, ત્‍યારે તેઓ કોઇ મુશ્‍કેલી આવે ત્‍યારે કેવી રીતે સામનો કરી શકે, મહિલાઓ સ્‍વબચાવ કરી શકે તે દીકરીઓને શીખવાડવામાં આવશે. સમાજમાં પણ સારો મેસેજ જશે.

આ ઉપરાંત રાષ્‍ટ્રીય કરાટેવીર વિસ્પી કાસદની ટીમ દ્વારા દીકરીઓને સ્‍વરક્ષણની તાલીમ આપવામાં આવશે.

Latest Stories