New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/Untitled-4-1.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબકકાનાં ઉમેદવારોનાં નામની રાજકીય પાર્ટીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પોતાની ઉમેદવારી નોંધાવવા અંતે હવે માત્ર 2 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે નવસારી જિલ્લાની એક માત્ર નવસારી વિધાનસભા સીટનાં ઉમેદવારનું નામ હજુ સુધી જાહેર થયું નથી.
જેના કારણે નવસારી શહેર ભાજપમાં હાલ ભડકાની સ્થિતિ ઉભી થઇ રહી છે, જેનું મુખ્ય કારણ ટિકિટ કોને ફાળવવામાં આવશે જેની અટકળો ને લઇ ગરમાગરમી ચાલી રહી છે.
જયારે ભાજપી કાર્યકર્તામાં હાલ એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે નવસારીમાં કોઈ આયાતી ઉમેદવારને સ્કાયલેબની જેમ ઉતારવામાં આવશે, પરંતુ નવસારી જિલ્લાનાં ભાજપ કાર્યકર્તાઓએ ધારાસભ્ય પિયુષ દેસાઈને જ ફરી ટિકિટ મળે એવી ઉગ્ર માંગ કરી છે.
Latest Stories