નવસારીના ઇટાળવા ખાતે દારૂ ભરેલી કારે બાઈક ચાલકોને ઉડાવ્યા:૧નું મોત ૩ ગંભીર

New Update
નવસારીના ઇટાળવા ખાતે દારૂ ભરેલી કારે બાઈક ચાલકોને ઉડાવ્યા:૧નું મોત ૩ ગંભીર

સુરતના 1 નું ઘટના સ્થળે મોત જ્યારે અન્ય 3 ગંભીર

બુટલેગર કાર મૂકી ફરાર

નવસારી એલસીબી પોલીસે કારનો કબ્જો મેળવ્યો

તમામ ઇજાગ્રસ્તો નવસારી સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયા

ચૂંટણીઓમાં દારૂ ગુજરાતમાં પ્રવેશ ન કરે એ માટે દક્ષિણ ગુજરાત પોલીસ તેજ નજર રાખીને બેઠી છે ત્યારે દારૂ રસિયાઓ દારૂ મેળવવા માટે ફાંફે ચઢ્યા છે. ચુસ્તપાલન વચ્ચે બીલીમોરા થી નવસારી તરફ જઈ રહેલ વિદેશી દારૂ ભરેલ કારનો અકસ્માત થતા વિદેશી દારૂ ભરેલ છે એવો ભાંડો ફૂટ્યો હતો. એક મોપેડ પર ચાર લોકોની સવારીને આ કારે અડફેટે લેતા એક નું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જયારે ૩ લોકોને ગંભીર ઇજા થતા સ્થાનિક હોસ્પિટલ બાદ સુરત શિફ્ટ કરવાનો વારો આવ્યો છે.

નવસારીના ગણદેવી તાલુકાના કોથા ગામે લગ્ન પ્રસંગે આવેલા યુવાનો પરત ફરતી વેળાએ કાળમુખી કાર એક યુવાન મનોજ ટી રાઠોડ ( સુરત )ને કચડી માર્યો છે અને અન્ય ત્રણ લોકો ચેતન ટી રાઠોડ (સુરત), સતીશ બી રાઠોડ (સુરત),મુકેશ મનુભાઈ નાયકા (સુરત)ને ગંભીરઇજા પોહચાડી હતી. પોલીસે અકસ્માત સાથે દારૂનો ગુનો નોંધી તપાસ હાથધરી છે કાર ચાલાક કાર છોડીને ફરાર થયો હતો બાઈક ચાલકની પણ ચાર લોકોની સવારી સામે પણ પ્રશ્ન ઉભો થયો છે પોલીસે વિદેશી દારૂ અને કાર કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

Latest Stories