/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/xIdCONZ_1521164608.jpg.pagespeed.ic_.gi-huwi3S0.jpg)
નવસારીનાં ચારપૂલ વિસ્તારમાં આવેલી પ્રેમ રેસિડેન્સીમાં રહેતી અને એક દિવસ પહેલાં ગુમ થયેલી 24 વર્ષિય પરિણીતાની એપાર્ટમેન્ટના પેસેજ માંથી જ શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે. પોલીસે સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો લઈને તપાસ હાથ ધરી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/WhatsApp-Image-2018-05-24-at-22.38.15-1.jpeg)
નવસારીનાં ચારપુલ વિસ્તારમાં આવેલા પ્રેમ રેસિડેન્સીમાં રહેતા મોદી પરિવારની 24 વર્ષિય પુત્રવધુ રિયા મોદી એક દિવસ પહેલાં રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં ચિંતામાં મુકાયા હતા. દરમિયના આજરોજ એપાર્ટમેન્ટનાં પેસેજમાંથી જ તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે બાબતની પરિવારજનોને જાણ થતાં આઘાતમાં સરી પડ્યા હતા. જોકે પરિણીતાનો શંકાસ્પદ હાલતમાં મળેલો મૃતદેહ અનેક શંકાઓ ઉપજાવી રહ્યો છે. પરંતુ પોલીસ તપાસ બાદ જ પરિણીતાના મોતનું કારણ બહાર આવશે. હાલ તો પોલીસે સ્થળ ઉપર પહોંચી લાશનો કબજો લઈને પરિવારજનોની પુછપરછ હાથ ધરી છે.