નવસારીમાં દિવ્યાંગ સહિત વરરાજાએ લોકશાહીનાં પર્વમાં આપ્યું યોગદાન

New Update
નવસારીમાં દિવ્યાંગ સહિત વરરાજાએ લોકશાહીનાં પર્વમાં આપ્યું યોગદાન

ગુજરાત વિધાનસભાની પ્રથમ ચરણનું મતદાન ઉત્સાહભેર શરુ થયું છે સાથે યુવાનો થી લઈને વૃધ્ધો પણ પોતાની પવિત્ર ફરજ નિભાવી રહ્યા છે.ત્યારે દિવ્યાંગ પણ લોકશાહીનાં ઉત્સવ મનાવવા વ્હીલચેરમાં બેસીને મત આપવા મતદાન મથકે પહોંચીને પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. સાથે સદી વટાવી ચુકેલા ૧૦૩ વર્ષીય ડોશીમાંએ પણ મતદાન કર્યુ હતુ.

આ ઉપરાંત નવસારીમાં લગ્નનાં ફેરા ફરવા માટેની તૈયારી કરતા વરરાજાએ પણ મતદાન કરીને લોકશાહીનાં ઉત્સવ અને લગ્ન ઉત્સવની ઉજવણી એક સાથે કરી હતી.

Latest Stories