નાઇટ શિફ્ટમાં કામ કરવાથી બ્રેસ્ટ કેન્સરનો ભય રહેતો નથી : સ્ટડી

New Update
નાઇટ શિફ્ટમાં કામ કરવાથી બ્રેસ્ટ કેન્સરનો ભય રહેતો નથી : સ્ટડી

તાજેતરના અભ્યાસમાં ફલિત થયું છે કે સ્ત્રીઓને નાઇટ શિફ્ટમાં કામ કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની કોઇ શક્યતા રહેતી નથી.

આ તારણના કારણે અગાઉ 2007માં ઇન્ટરનેશનલ એજન્સી ઓફ રિસર્ચ ઓન કેન્સરના દાવાને રદ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે શિફ્ટમાં કામ કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.

આ અંગે ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક અગ્રણી લેખક રુથ ટ્રેવિસે જણાવ્યુ હતુ કે જે સ્ત્રીઓ રાત્રીની શિફ્ટમાં કામ કરે છે અથવા મોડી રાત્રી સુધી કામ કરે છે તેમને બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધી જતી નથી.

1.4 મિલિયન સ્ત્રીઓ પર અભ્યાસ હાથ ધરીને, નાઇટ શિફ્ટમાં કામ કરવાથી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થાય છે કે નહી તે ચકાસીને ધ જર્નલ ઓફ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યુટમાં રિપોર્ટ પબ્લિશ થયો હતો.

અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે નાઇટ શિફ્ટ કરવાવાળી મહિલાઓની સરખામણીએ જેમણે ક્યારેય નાઇટ શિફ્ટ નથી કરી અથવા કોઇ કોઇવાર કરી છે તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધારે રહેતુ નથી.

Latest Stories