New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/arun-jaitley.jpg)
દેશમાં નાણાંકીય વર્ષ માર્ચ એપ્રિલ બદલી ને જાન્યુઆરી ડિસેમ્બર રાખવામાં આવી શકે છે.જેમાં પાર્લામેન્ટની એક કમિટીએ દેશના ફાઇનાન્સીયલ વર્ષ બદલવાની સલાહ આપી હતી, અંગ્રેજો ના હુકુમત થી ચાલતી આવતી પદ્ધતિઓમાં કેન્દ્ર સરકાર મહત્વના બદલાવ કરી રહી છે.
આ વર્ષનું બજેટ માર્ચ ના બદલે ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યુ હતુ. અને એક રિપોર્ટ માં કહેવામાં આવ્યુ હતુ કે કમિટીઆ નાણાંકીય વર્ષ હિસાબને બદલીને કેલેન્ડર વર્ષ કરી દેવું જોઈએ.
અંગ્રેજી હુકુમત અનુસાર ફાઇનાન્સીયલ વર્ષ ભારત સરકાર વ્યવસ્થામાં 1867 માં અપનાવામાં આવ્યુ હતુ જેનો મુખ્ય ઉદ્દેશ ભારત ફાઇનાન્સીયલ વર્ષ અને બ્રિટિશ સરકારના ફાઇનાન્સીયલ વર્ષ સાથે મેળવી શકાય, 1867 થી પહેલા ભારતમાં ફાઇનાન્સીયલ વર્ષ 1 મે થી શરૂ થતુ હતુ અને આગળના વર્ષ 30 એપ્રિલમાં બંધ થતુ હતુ.
Latest Stories