નાયબ સીએમ નીતિન પટેલની જીદ આગળ ભાજપ નતમસ્તક , નાણાં મંત્રાલય ફાળવ્યુ

New Update
નાયબ સીએમ નીતિન પટેલની જીદ આગળ ભાજપ નતમસ્તક , નાણાં  મંત્રાલય ફાળવ્યુ

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગી બાદ તારીખ 31મીની બપોરે ગાંધીનગર જઇ પોતાના મંત્રાલયનોચાર્જ સંભાળી લીધો હતો. નીતિન પટેલે મિડીયાને નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ છે. આ પહેલા નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે, મે મારી લાગણી પાર્ટી હાઇકમાન્ડને જણાવી હતી અને મને માન સન્માન સાથે અનુકુળ ખાતાની ફાળવણીનું આશ્વસન આપ્યુ હતુ.

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી નીતિન પટેલને લઈને આવેલા રાજકીય ગરમાવાનો આખરે અંત આવ્યો છે. યોગ્ય ખાતાની ફાળવણી ન થઈ હોવાનું જણાવી રાજીનામું આપવા સુધીની ચીમકી ઉચ્ચારનાર નીતિન પટેલ આખરે રાજી થઈ ગયા હતા. હાઇકમાન્ડ દ્વારા નીતિન પટેલને મોભાના ખાતા ફાળવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે અંતે ઘી ના ઠામમાં ઘી પડ્યું છે.નીતિન પટેલની જીદ કારગત નિવડી છે. નીતિન પટેલને નાણાં મંત્રાલય સોંપવામાં આવ્યુ છે.

Latest Stories