નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસે

New Update
નેપાળના રાષ્ટ્રપતિ  બિદ્યા દેવી સૌરાષ્ટ્રના બે દિવસના  પ્રવાસે

સૌરાષ્ટ્રના દિવસના પ્રવાસે નેપાળના રાષ્ટ્રપતિ આવ્યા છે, બિદ્યા દેવીનું રાજકોટ એરપોર્ટ પર રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

IMG_1576

બિદ્યા દેવી સાથે આવેલ નેપાળ એમ્બેસીના અધિકરીઓ રાજકોટની હોટલ ઈમ્પીરીયલ પેલેસ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ રાજકોટ ડેરીની મુલાકાતે જવા રવાના થશે. તો બીજી તરફ બિદ્યા દેવી રાજકોટ એરપોર્ટ પરથી જ હેલિકોપ્ટર મરાફતે સોમનાથ જવા રવાના થયા હતા. ત્યાથી તેઓ સોમનાથ દાદાના દર્શન કરી દ્વારીકા ખાતે જશે. જ્યાં તેઓ દ્વારકાધિશ ના દર્શન કરી રાજકોટ પરત ફરશે.

IMG_1580

જ્યારે રાત્રીના 9 કલાકે નેપાળ ના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 18મી ના રોજ ખુદ બિદ્યા દેવી રાજકોટ ડેરીની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ 10 વાગ્યે રાજકોટ એરપોર્ટથી ભુવનેશ્વર જવા રવાના થશે.

IMG_1596

Latest Stories