ન્યુઝીલેન્ડ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા પાકિસ્તાન સામે ઉતરશે

New Update
ન્યુઝીલેન્ડ વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા પાકિસ્તાન  સામે ઉતરશે

પાકિસ્તાન માટે વર્લ્ડ કપમાં જીવંત રહેવા માટે "કરો યા મરો" ની સ્થિતિ

વર્લ્ડકપ 2019ની 33મી મેચમાં એજબેસ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન આમને સામને. ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપ 2019ના પોઇન્ટ ટેબલમાં 11 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી 6 મેચ રમી ચૂક્યું છે, જેમાં તેને 5 મેચમાં જીત મેળવી છે તો 1 મેચ રદ થઈ હતી.

ન્યુઝીલેન્ડ આજે પાકિસ્તાન સામે પોતાની દાવેદારી બજબુત કરવા માટે તેમજ પોતાનું સેમીફાયનલ માં સ્થાન નિશ્ચિત કરવાના ઈરાદા સાથે ઉતરશે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ માટે વર્લ્ડકપ 2019માં જીવંત રહેવા માટે આજે કરો યા મારો ની સ્થિતિ છે. પાકિસ્તાન વર્લ્ડકપ 2019ના પોઇન્ટ ટેબલમાં 5 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે. પાકિસ્તાન અત્યાર સુધી 6 મેચ રમી ચૂક્યું છે, જેમાં તેને 2 મેચમાં જીત મેળવી છે તો 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો 1 મચે રદ થઈ હતી.પાકિસ્તાન માટે બાકીની 3 મેચ જીતવી જરૂરી થઈ ચુકી છે, જો તે 3 મેચ જીતે તો 11 પોઇન્ટ સાથે સેમીફાયનલની લિસ્ટ માં "જો કે તો" ની સ્થિતિમાં આવી શકે છે.

Latest Stories