પંચમહાલ જિલ્લાના ગોધરા સબજેલ ખાતે કેદીઓએ વિશ્વ યોગ દિવસની કરી ઉજવણી

પંચમહાલ જિલ્લાના ગોધરા સબજેલ ખાતે કેદીઓએ વિશ્વ યોગ દિવસની કરી ઉજવણી
New Update

આજે વિશ્વ યોગ દિવસ નિમિતે સમગ્ર રાજ્ય અને દેશ યોગ દિવસ ઉજવી રહયુ છે ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા સબજેલમાં કેદીઓ દ્વારા ગોધરા સબજેલના ગ્રાઉન્ડમાં યોગ કરવામાં આવ્યા હતા.

યોગ નિષ્ણાંત જ્યોતિ બસરાણી, સાગર ભાઈ, વિશાલભાઈના માર્ગદર્શન હેઠળ બહુ મોટી સંખ્યામાં કેદીઓ યોગાભ્યાસમાં જોડાયા હતા આ પ્રસંગે ઇન્ટરનેશનલ નેચરોપેથિક ઓર્ગેનાઈઝના પ્રેસિડેન્ટ અને સુર્યા ફાઉન્ડેશન તેમજ આયુષ્ય મંત્રાલયના કો.ઓડિટર ડોક્ટર દીપિકા શાહ, બ્રહ્માકુમારી ગોધરાના દીદી , ગોધરા જેલના ઇન્ચાર્જ પ્રકાશભાઈ તેમજ જેલના કેદીઓ ભેગા મળી યોગા કર્યા હતા.

યોગ દિવસ અંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીની દરખાસ્તને પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૧ જુનને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે અને પાંચમો યોગ દિવસ આજે દેશ અને દુનિયામાં ઉજવાઈ રહ્યો છે ત્યારે લોકો યોગ દ્વારા નીરોગી બને છે જેના માટે રાજ્ય સરકારના પ્રયાસોને પણ આવકાર્યા હતા.

Here are a few more articles:
Read the Next Article