પંચમહાલઃ હાલોલમાં ભરવાડ અને લઘુમતિ સમાજ વચ્ચે જૂથ અથડામણ, પોલીસ પર પથ્થરમારો

New Update
પંચમહાલઃ હાલોલમાં ભરવાડ અને લઘુમતિ સમાજ વચ્ચે જૂથ અથડામણ, પોલીસ પર પથ્થરમારો

પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે બસસ્ટેન્ડ નજીક રાત્રે અંગત અદાવતના ઝઘડામાં બોમ્બે હાઉસ પાસે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેમાં લઘુમતી કોમના ટોળા દ્વારા પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કરવામાં આવતા એએસપીના વાહન સહિત 4 પોલીસ વાહનોને નુકશાન થયું હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં હાલોલનાં પી.આઈ ગોહિલ અને ત્રણ પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળેથી જાણવા મળેલી માહિતી મુજબ અગાઉ કાર અકસ્માતના કારણે ભરવાડ અને લઘુમતિ સમાજ વચ્ચે ઝઘડો થયો હતો.

publive-image

હાલોલનાં મૌલાના મોઇનુલને પણ મારમારતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ પાવાગઢ રોડ ખાતે લઘુમતીકોમના ટોળા ભેગા થયા હતા. ભરવાડ સમાજ અને લઘુમતિ સમાજની અથડામણના પ્રકરણમાં પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસને જોતાં જ લઘુમતિ કોમના ટોળા વધુ ઉશ્કેરાયા હતા. આ ટોળા દ્વારા અચાનક પોલીસના વાહનો પર ભારે પથ્થરો કર્યો હતો. આ પથ્થરમારામાં પોલીસના 4 જેટલા વાહનોમાં એએસ પી સહીત ના વાહનો ને ભારે નુકશાન થયું હતું. હાલોલ પી.આઈ બી.આર ગોહિલ સહિત ચાર પોલીસ કર્મચારીઓને પથ્થરમારામાં ઈજાઓ પહોંચી હતી.

publive-image

પોલીસ પર થયેલ હુમલાની સ્થિતિ કાબુ બહાર જતી જોઈ હાલોલ સિવાય કાલોલ, પાવાગઢ,અને ગોધરા પોલીસ ની કુમક બોલાવી લેવાઈ હતી. સ્થિતિ નેકાબુ માં લેવા માં સફળતા મળી હતી આ ઘટના માં પોલીસ 29 આરોપીઓના નામજોગ સહિત 200 ના ટોળાં વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ઘટના સ્થળેથી 9 શખ્સો ની ધરપકડ કરવા માં આવી છે. આ ઘટના ને પગલે જિલ્લા પોલીસના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવી ભારેલાઅગ્નિ જેવી સ્થિતિ ને કાબુ માં લેવા ના પ્રયત્નો હાથ ધર્યા હતા. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ વચ્ચે સ્થિતિ કાબુમાં છે.

Latest Stories